સરદારધામ સંચાલિત Global Patidar Business Organization (GPBO) હાલમાં બે રાજ્યના આઠ શહેરોમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મહાસંકલ્પ સાથે કાર્યરત છે. આ જ સંકલ્પને આગળ ધપાવવા માટે અંકલેશ્વર ખાતે અમસલ કેમ પ્રા.લી.માં GPBOના નવા અધ્યાયની દિશામાં ઉત્સાહભેર મીટીંગ યોજાઈ હતી.

IMG-20250813-WA0034

બિઝનેસ નેટવર્કિંગની મીટીંગ

આ મીટીંગમાં અંકલેશ્વરના 17 પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકોએ હાજરી આપી હતી,જ્યારે સુરતથી GPBOના 9 અનુભવી લીડર્સે માર્ગદર્શન આપ્યું હતું.GPBOનો આ નવો અધ્યાય માત્ર બિઝનેસ કનેક્શન પૂરતો નથીપરંતુ સહકારપ્રેરણાવિકાસ અને યુવાનોની શક્તિનું એવું મંચ છેજ્યાં દરેક ઉદ્યોગસાહસિક પોતાના સપનાઓને સાકાર કરવા આગળ વધી શકે. અંકલેશ્વરના બિઝનેસ સમુદાય માટે આ મજબૂત નેટવર્કિંગવ્યાપક વ્યવસાય અવસર અને સમાજ સાથે જોડાઈ પ્રગતિના નવા માર્ગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.