ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં નેશનલ હાઇવે 220 પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી અનુસારઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ હતી.

આ ભયાનક માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. “શ્રી દુર્ગા” નામની બસ રાયરંગપુરથી જશીપુર જઈ રહી હતીજ્યારે 3 યુવાનો ખૂબ જ ઝડપે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકેબાઇકચાલકે ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવ્યોઅને મોટરસાયકલ સીધી સામેથી આવતી બસ સાથે અથડાઈ.

આ અકસ્માત એટલો ગંભીર હતો કેત્રણેય યુવાનો રસ્તા પર પટકાયા હતાઅને ત્રણેય યુવાનો તેમની મોટરસાઇકલ સાથે બસ નીચે ફસાઈને કચડાઈ ગયા હતા. માહિતી મળતા જ રાયરંગપુર ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેત્રણેય મૃતક યુવાનોની ઓળખ થઈ નથી. તો બીજી તરફપોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.