• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજન

  • રોજગાર ભરતી મેળો યોજાયો

  • દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાયો

ભરૂચ રોજગાર કચેરી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી આજે વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળો ખાસ કરીને એવા દિવ્યાંગ યુવક-યુવતીઓ માટે યોજાયો હતો, જેઓ SSC અથવા HSC પાસ લાયકાત ધરાવે છે અને નોકરીની શોધમાં છે.મેળામાં વિવિધ ખાનગી સંસ્થાઓ અને નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી  કરવામાં આવી હતી.જિલ્લા રોજગાર કચેરી તરફથી ઉમેદવારોને તેમની લાયકાત અને ક્ષમતાને અનુરૂપ યોગ્ય રોજગાર તક પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.