-
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
-
મરાઠી સમાજ દ્વારા આયોજન
-
છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આયોજન
-
રાહદારીઓને છાશનું કરાયુ વિતરણ
-
મરાઠી સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે છાશનું કરાયુ વિતરણ
ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના માહોલ વચ્ચે મુસાફરો અને નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન પર આવનજાવન કરતા મુસાફરો, રિક્ષાચાલકો તેમજ નાગરિકોને છાશ પીવડાવી ગરમીમાં રાહત અપાઈ હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરી સમાજ સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
