-
અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના દોડવીર
-
વિજય માલીએ અનોખી દોડ પૂર્ણ કરી
-
29 દિવસ દરમ્યાન 1 કી.મી વધારાની દોડ કરી
-
વિજય માલીનું કરવામાં આવ્યું સન્માન
-
વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયુ
અંકલેશ્વર: રેવા રનર્સ ક્લબના વિજય માલીએ 29 દિવસ દરમ્યાન અનોખી દોડ પૂર્ણ કરી
અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના સભ્ય વિજય માલી, જેમને ઉડતા વિજય તરીકે ઓળખવામાં આવે છે. તેઓ છેલ્લા ૨૯ દિવસથી એક અનોખી અને પ્રેરણાદાયક દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના વિજય માલીએ 29 દિવસ દરમ્યાન અનોખી દોડ પૂર્ણ કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના સભ્ય વિજય માલી, જેમને ઉડતા વિજય તરીકે ઓળખવામાં આવે છે. તેઓ છેલ્લા ૨૯ દિવસથી એક અનોખી અને પ્રેરણાદાયક દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે ૧ કિલોમીટર દોડથી શરૂઆત કરી અને દરરોજ ૧ કિલોમીટરનો વધારો કરતાં આજે સફળતાપૂર્વક ૨૯ કિલોમીટર દોડ પૂર્ણ કરી છે.
આ ચેલેન્જનું મુખ્ય આકર્ષણ એ છે કે વિજય માલી લગભગ કોઈ વિરામ લીધા વગર સતત દોડતા રહ્યા છે અને ૩૧ દિવસ દરમિયાન અંદાજે ૫૦૦ કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી. અંતિમ દિવસની દોડ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને રેવા મેરાથોન રૂટ પરથી પસાર થઈ ફરી ગોલ્ડન બ્રિજ પાસે પૂર્ણ થઇ હતી.આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના નરેશ પુજારા, મહંમદ જારડીવાલા સહિતના આગેવાનો દ્વારા દોડવીરનું સન્માન કરવામાં આવ્યું હતું.
