અંકલેશ્વર-પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર રિસરફેસિંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. 

આ કામગીરીના સુચારુ સંચાલન અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને, ભરૂચના ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી ડાયવર્ઝન આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માર્ગ આગામી ૬૦ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો ગોયા બજારથી અંકલેશ્વર હાંસોટ રોડના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાના કોઈ પણ પ્રકારના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાશે.