વોર્ડ વાઇઝ વિશ્લેષણ
-
વોર્ડ નંબર 1માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતા તેમના સ્થાને ભાજપના જુના કાર્યકર અને સ્વરછ છબી ધરાવતા સંદીપ જમીયત પટેલને ટીકીટ આપવામાં આવી, આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયા છે.3 નવા ઉમેદવારોને સ્થાન
-
વોર્ડ નંબર 2માં શિલ્પા સુરતી,વિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે
-
વોર્ડ નંબર 3માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તુ કપાયું જ્યારે સુનિતા વસાવા, મનીષા પટેલ,નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે. નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ ફળ્યો છે.
-
વોર્ડ નંબર 4માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટીકીટ કપાઈ છે જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે.નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા,સુનિતા વસાવા અને સાફી શેખનો સમાવેશ થાય છે.
-
વોર્ડ નંબર 5મા મનીષા વસાવા,સુફના કુરેશી,જેનિષ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે.આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે
-
વોર્ડ નંબર 6માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ ભાજપની યાદીમાં જાહેર થયું હતું જો કે પાછળથી ટીકીટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાને ટીકીટ મળી છે. આ ઉપરાંત આ વોર્ડમાં ચેતન ગોળવાળાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અમિષા પટેલ અને સતીષ રાઠોડ નવા ઉમેદવારો છે.
-
વોર્ડ નંબર 7માં ભાજપના મોટામાથા સુધીર ગુપ્તાને 3 ટર્મ નડી જતા તેમની ટીકીટ કપાય છે જ્યારે નીતિન વકીલની ટીકીટ કાપતા તેઓએ અપક્ષ ઉમેડવારી નોંધાવી છે. આ વોર્ડમાં દીક્ષિતા રાણા,સોનલ વસાવા,તરુણ પટેલ અને રાહુલ વામજાને ટીકીટ આપવામાં આવી છે.
-
વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં સવિતા વસાવા,સઇદાબીબી શેખ,નરેશ આહીર અને આઝમ પઠાણને ટીકીટ આપવામાં આવી છે.
-
વોર્ડ નંબર 9માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને 3 ટર્મ નડી જતા તેમની ટીકીટ કપાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે જેમાં કિંજલ પટેલ,કુસુમ વસાવા,જીગ્નેશ અંદાડીયા અને અશોક પટેલનો સમાવેશ થાય છે.
