-
ઝઘડિયા જીઆઇડીસીમાં ભીષણ આગની ઘટના
-
મેટ્રોપોલિટન એક્ઝીમકેમ પ્રા.લી.માં લાગી ભીષણ આગ
-
પ્રચંડ વિસ્ફોટ બાદ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
-
સર્જાયેલી ઘટનામાં 10થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત
-
ફાયર લાશ્કરોનો ઘટના પર કાબુ મેળવવાનો પ્રયાસ
ભરૂચ જિલ્લાની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝીમકેમ પ્રા.લી.માં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી,સર્જાયેલી દુર્ઘટનામાં 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની મેટ્રોપોલિટન એક્ઝીમકેમ પ્રા.લી.માં અચાનક પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી.આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂરથી નજર પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટિંગ ફોર્મ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
સર્જાયેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. કંપનીમાં હજુ પણ અન્ય કોઈ શ્રમિકો ફસાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.અને ભરૂચ ડેપ્યુટી ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
