-
દમણના દરિયાકિનારે છવાયો ‘કેપ્ટન કુલ’નો જાદુ
-
વાપીના ક્રિએટિવ કરણની અનોખી કમાલ
-
આકર્ષણનું કેન્દ્ર બન્યું માહીનું વિશાળ ચિત્ર
-
500થી વધુ કાગળ જોડીને 25 ફૂટ લાંબુ ચિત્ર બનાવ્યું
-
આ ભેટ માહી સુધી પહોંચે,ધોનીના ફેનની ભાવુક અપીલ
વલસાડ જિલ્લાના વાપીના યુવાને કેપ્ટન કુલ તરીકેની ઓળખ મેળવનાર મહેન્દ્રસિંહ ધોની પ્રત્યેનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે,અને 500થી વધુ કાગળ જોડીને 25 ફૂટ લાંબુ ચિત્ર ભેટમાં આપવા માટે તૈયાર કર્યું છે.
ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોનીના લાખો ચાહકો છે, પરંતુ દમણના દરિયાકિનારે એક એવો ચાહક જોવા મળ્યો જેણે પોતાની કલાથી સૌના દિલ જીતી લીધા છે. વાપીના એક યુવાને ધોની પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ નાનું-મોટું નહીં, પણ પૂરા 25 ફૂટ લાંબુ ચિત્ર તૈયાર કર્યું છે.
દમણનું ઐતિહાસિક લાઈટ હાઉસ અત્યારે પ્રવાસીઓની સાથે સાથે ક્રિકેટ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જમીન પર પથરાયેલુ વિશાળ ચિત્ર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું છે.વાપીના વતની અને ક્રિએટિવ કરણ તરીકે જાણીતા આ યુવાને પોતાની મહેનત અને કલાના સંગમથી આ અદભૂત પોટ્રેટ તૈયાર કર્યું છે.આ ચિત્રની લંબાઈ 25 ફૂટ છે,અને આ ચિત્રને બનાવવા માટે A4 સાઈઝના 500થી વધુ કાગળોને જોડીને આ વિશાળ કેનવાસ તૈયાર કરાયો છે.
કરણે કલાકોની જહેમત બાદ એક-એક કાગળ પર પેન્સિલ અને રંગોના લસરકા મારીને ધોનીનો આબેહૂબ ચહેરો કંડાર્યો છે. જ્યારે આ 500 કાગળોને એક સાથે જોડવામાં આવ્યા, ત્યારે ધોનીની એક વિરાટ છબી ઉભરી આવી હતી.
સોશિયલ મીડિયા પર અત્યારે આ વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. લોકો કરણની આ ક્રિએટિવિટી અને ધોની પ્રત્યેના તેના સમર્પણના વખાણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ચાહકની મહેનત ‘કેપ્ટન કુલ’ સુધી પહોંચશે ખરી?
