• ચકલાસીની શાળામાં સોલારથી સજ્જ

  • શિક્ષણની સાથે શાળામાં નવી ક્રાંતિ

  • 25 કિલોવોટની સોલાર સિસ્ટમથી સજ્જ

  • શૂન્ય વીજ બિલ સાથે ખાનગી શાળાઓને આપી ટક્કર

  • સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગ બન્યો આશીર્વાદરૂપ  

ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ-શ્રી બ્રાન્ચ શાળા શિક્ષણમાં નવી ક્રાંતિ લાવી છે.25 કિલોવોટની સોલાર સિસ્ટમથી સજ્જ અને સંપૂર્ણ એર-કન્ડિશન્ડ આ શાળા શૂન્ય વીજ બિલ સાથે ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. અહીંની આધુનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે પ્રવેશ મેળવવા માટે વેઈટિંગ લિસ્ટ રાખવું પડે છે.

ચકલાસીની આ શાળા આધુનિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોલાર સિસ્ટમને કારણે વીજ બિલ શૂન્ય રહેવા ઉપરાંતવધારાની વીજળીથી શાળાને આર્થિક આવક પણ પ્રાપ્ત થાય છે. શાળાના આકર્ષક રંગકામ અને સ્માર્ટ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે. સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી અહીં ખાનગી શાળાઓ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

આચાર્યના સઘન માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાઓ છોડીને 50થી વધુ વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો છેજ્યારે 35 બાળકો હજુ પણ પ્રતીક્ષા યાદીમાં છે. સ્માર્ટ બોર્ડવાઈ-ફાઈસીસીટીવી અને આધુનિક રમતગમતના સાધનોએ વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. શિક્ષણ અધિકારી ડો.પરેશ વાઘેલાના મતેઆ શાળા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણનું એક આદર્શ મોડેલ છે.

વિદ્યાર્થીઓની સંખ્યા 340 થી વધીને 418 થવી એ શાળાની સફળતાની પ્રતીતિ કરાવે છે. ચકલાસીની આ શાળાએ સાબિત કરી દીધું છે કે સરકારી શાળાઓ પણ આધુનિક શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બની શકે છે. આ સફળતા અન્ય શાળાઓ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ છે.