• ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપવા માંગ

  • સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની માંગ

  • મોટી સંખ્યામાં દળના સભ્યો જોડાયા

ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર ધ્વારા છાપવામાં આવેલ સરકારી કેલેન્ડરમાં બુધ્ધ પુર્ણિમાની રજા જાહેર કરવામાં આવેલ નથી. આથી બુદ્ધ પૂર્ણિમાની કાયમી રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. 
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુડા શહેરોમાં ચાલના સ્પા-સેન્ટરોમાં તથાગત ભગવાન ગૌતમ બુધ્ધનાં ફોટા મુકવામાં આવે છે જેનાથી ધાર્મિક ભાગણી દુભાય તેવું કૃત્ય થાય છે આથી સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની માંગ કરવામાં આવી છે.