ભરૂચ જિલ્લા પંચાયતની પેહલી સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિકાસને વેગ મળે તે હેતુથી વિવિધ 9 સમિતિઓની રચના કરાઈ હતી.

ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સભા પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ઉપપ્રમુખ, ડીડીઓ સહિતની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં 9 સમિતિઓ અને તેના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. કવિઠા પરિવારના બહિષ્કારનું તાનાશાહી ફરમાન કરનાર યતીન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા હતા.સભા દરમિયાન માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરાનાર વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી અને વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કવીઠા ગામમાં તાલિબાની સજાના ફરમાનનો જેમની સામે આક્ષેપ હતો એવા યતિન પટેલને મલાઈદાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેન

કારોબારી – પ્રવીણ પટેલ

સામાજિક ન્યાય – દિનેશ રોહિત

શિક્ષણ – કર્મીશા પટેલ

બાંધકામ – યતીન પટેલ

આરોગ્ય – વિમલ પટેલ

અપીલ – ડિમ્પલ રાજ

ઉત્પાદન, સહકાર, સિંચાઈ – સેવન્તુ વસાવા

મહિલા બાળ વિકાસ – કુસુમ વસાવા

હળપતિ, ભૂમિહીન, ખેતમજૂર આવાસ – ગીતા વસાવા