અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વર્ષ 2026–27 માટેની પ્રથમ મેનેજિંગ કમિટી બેઠકમાં નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.જાહેર કરાયેલા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે વિમલ જેઠવા, માનદમંત્રી તરીકે નિલેશ પટેલ, ઉપ-પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ અને વાલમજી દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પી. આર. રાવ અને ભરત પટેલ તેમજ ખજાનચી તરીકે ચંદુભાઈ અકબરીની નિમણૂક કરવામાં આવી છે.

બેઠક દરમિયાન નવા હોદ્દેદારોને તેમની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ એસ્ટેટના વિકાસ, સભ્યોના હિતો અને આગામી વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
