અંકલેશ્વરના બજારોમાં ચહલ પહલ

દશામાંના વ્રતને લઈ તૈયારી

મૂર્તિ બજારમાં ધમધમાટ

મૂર્તિઓ ખરીદવા લોકો ઉમટ્યા

અવનવા પ્રકારની મૂર્તિ ઉપલબ્ધ

અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોની દશા સુધારવા દશામાની ભક્તિ ભાવપૂર્વક વ્રતનો બે દિવસ બાદ પ્રારંભ થવા જઇ રહ્યો છે.દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરી ભક્તો માઇ ભક્તિમાં લીન બનશે.

અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે.ચાલુ વર્ષે 10થી 15 ટકાનો ભાવ વધારા વચ્ચે પણ માઈ ભક્તો મૂર્તિઓ ખરીદી કરી રહ્યા છે.માઇ ભક્તો દ્વારા સ્થાપના પૂર્વે વાજતે ગાજતે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી રહ્યા છે.જે નગરમાં રાત્રીના ભારે આકર્ષણ જમાવ્યું હતું.