અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપના મહિલા મોરચા દ્વારા આયોજન
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી
વિવિધ સેવાકાર્ય હાથ ધરાયા
મહિલા આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મ દિવસ નિમિતે આંબાવાડીની આંગણવાડી ખાતે સગર્ભા મહિલાઓને ફ્રૂટનું વિતરણ અને સર્વાઇકલ કેન્સરના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આજરોજ જન્મદિન નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરની આંબાવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી સગર્ભા મહિલના હેલ્થ ચેકઅપ, ફ્રૂટ વિતરણ અને સર્વાઇકલ કેન્સરની રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સભર્ગા મહિલાઓને ફ્રૂટનું વિતરણ કરાયું હતું સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.તેમજ સર્વાઇકલ કેન્સરની રસી મુકવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચના પ્રમુખ દર્શના ગાંધી ,જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રૂપા પારેખ ,પાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન દિક્ષિતા રાણા,સહીત મહિલા મોરચાના સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
