ચાવડી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે સર્જાય ઘટના

જર્જરીત મકાનનો ભાગ અચાનક થયો ધરાશાયી

ધડાકાભેર મકાનનો ભાગ તૂટી પડતાં ભયનો માહોલ

મકાન માલિક કે તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ ઘટના

જર્જરીત મકાન તાત્કાલિક ઉતારી લેવા તંત્ર સમક્ષ માંગ

ભાવનગરના ઐતિહાસિક અને ગીચ એવા ચાવડી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક જુનવાણી અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો.જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.

ભાવનગરના ઐતિહાસિક અને ગીચ એવા ચાવડી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક જુનવાણી અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશયી થયો હતો.રાત્રિના શાંત વાતાવરણમાં મકાનનો ભાગ ધડાકાભેર નીચે પડતાં આસપાસના લોકોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધડાકો સાંભળીને નજીકમાં રહેતા સ્થાનિક લોકો ભયના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી છે.

ઘટનાને પગલે આસપાસના પાડોશીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ જુનવાણી મકાન અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેના માલિક અને સ્થાનિક તંત્રને અગાઉ અનેક વખત લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી. છતાં પણ જવાબદારો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી.