ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંકુલ ખાતે તપોવન સંસ્કાર કેન્દ્ર અને દીપજ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. તપોવન સંસ્કાર કેન્દ્રના નિર્દેશક જાગૃતિ પંડ્યાની અધ્યક્ષતામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરી સમગ્ર ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સહાયક પ્રોફેસર ડૉ. કરણ નિઝામા સહિતના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.