ભરૂચના ઝઘડિયામાં તંત્રની વિવિધ ટીમો દ્વારા હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો

ભરૂચના ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ્સમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ઝઘડિયા ખાતે આવેલી હોટલોમા વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ કામગીરીમાં ASP અજયકુમાર મીણા, પ્રાંત અધિકારી,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કચેરીના સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ જોડાઈ હતી.તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ જરૂરી લાયસન્સ અંગે ચકાસણી કરવામાં આવી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો