ભરૂચનો ચકચારી બનાવ

ગટરમાંથી મળ્યું માનવ કંકાલ

રેલવે ગોદી રોડનો બનાવ

આખલાને ગટરમાંથી કાઢવાની કામગીરી દરમ્યાન બની ઘટના

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચ શહેરના રેલ્વે ગોદી વિસ્તારમાં આવેલા ગટરમાંથી રહસ્યમય રીતે માનવ કંકાલ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ભરૂચના રેલવે ગોદી રોડ પર ગટરમાં એક આંખલો ફસાઈ જતા તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગટરની અંદરથી રહસ્યમય કંકાલ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કંકાલને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.કંકાલ કોનો છે અને તે કેટલા સમયથી ગટર કાસમાં પડ્યો હતો તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે