ભરૂચ-અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલૂસ કાઢી ઇદેમિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદ-મિલાદના ઝુલુસ સમયે કોઈ અનીરછ બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
બીજી તરફ અંકલેશ્વરમાં પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા.નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જીયારત કરવામાં આવી હતી,જયારે ઇદે મિલાદનું ઝુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઇદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરુદો સલામ પઢતા પઢતા નીકળ્યુ હતુ.આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.ઠેર ઠેર સરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવતા શાંતિ પુર્ણ તેમજ હર્ષોલ્લાસભેર ઝુલ્લુસ સંપન્ન થયુ હતુ.
