ભરૂચ રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ સેવા મફત રાખવામાં આવી હતી.પાલિકાની આ પહેલનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.
રક્ષાબંધનના પર્વ પર બહેનોને ભરૂચ નગરપાલિકા તરફથી ખાસ ભેટ આપવામાં આવી હતી. શહેરમાં દોડતી સિટી બસોમાં મહિલાઓ માટે મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી.પાલિકાની આ પહેલના કારણે બહેનોમાં ખુશી જોવા મળી હતી. રોજિંદા કામકાજ કે અન્ય જરૂરિયાત માટે સિટી બસમાં મુસાફરી કરતી મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો.આ પ્રસંગે મહિલાઓએ ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો
