ભરૂચના લિંકરોડ પર આવેલ મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે.આ બાબતે સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકઠા થઇ પોલીસને અરજી આપી હતી.
ભરૂચના લિંકરોડ પર આવેલ મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.સોસાયટીના અનેક રહીશોને શ્વાનોએ બચકા ભર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે સોસાયટીના રહીશો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને લેખિત અરજી આપી રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ, સોસાયટીમાં એક રહીશ દ્વારા પાલતુ શ્વાન રાખવામાં આવે છે અને તેના કારણે અન્ય રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શ્વાન બાબતે સંબંધિત રહીશને રજૂઆત કરવા જતા અપશબ્દો બોલવામાં આવતા હોવાના પણ આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. વારંવારની પરેશાનીને પગલે રહીશોએ પોલીસ સમક્ષ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં
