ભરૂચમાં કરાયુ નવીનકરણ

શક્તિનાથ સર્કલનું નવીનીકરણ

રૂ.32 લાખનો કરાયો ખર્ચ

જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલનું 32 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું રાજ્યના જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું

ભરૂચ શહેરના હાર્દસમા શક્તિનાથ સર્કલનું રૂ.32 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. બી.ડી. બિલ્ડકોન કંપનીના સહયોગથી ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સર્કલનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરની સુંદરતામાં વધારો કરવાના હેતુથી શક્તિનાથ સર્કલને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલ ખાતે ભગવાન શિવ સાથે જોડાયેલી ડમરુ અને ત્રિશૂળની આકર્ષક પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત આધુનિક લાઇટિંગ અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખાસ કરીને રાત્રિના સમયે સર્કલની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.

લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદી,બી.ડી.બિલ્ડકોન કંપનીના કિરણ મજુમદાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.રૂ.32 લાખના ખર્ચે તૈયાર થયેલું આ નવું શક્તિનાથ સર્કલ ભરૂચ શહેરની સુંદરતામાં નવો ઉમેરો બન્યું છે.