એનસીપીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે વાર પલટવાર જારી છે. આજે નવાબ મલિકે પ્રેસ કોન્ફ્રન્સ કરી દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપ્યો. નવાબ મલિકે કહ્યું તે દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડના સંગ્રહમાં સામેલ છે અને તેમણે સીએમ પદ પર રહી અંડરવર્લ્ડના લોકોને મોટા પદો પર બેસાડ્યા છે. નવાબ મલિકે કહ્યું કે એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના ફડણવીસની સાથે સારા સંબંધ છે. એટલા માટે તેને બચાવવા માટે કામ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યું કે સીએમ કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અંડરવર્લ્ડના અનેક લોકોને પદો પર બેસાડ્યા. મલિકે પુછ્યું કે નાગપુરમાં ગુંડે મુન્ના યાદવને પદ કેમ આપ્યું? ફડણવીસે બાંગ્લાદેશના હૈદર આજમને ભારતીય નાગરિક બનાવવાનું કામ કર્યુ અને તેને પદ આપ્યું. મલિકે પુછ્યુ તમારા ઈશારા પર સમગ્ર મહારાષ્ટ્રમાં સંગ્રહખોરીનું કામ થઈ રહ્યું હતુ કે નહીં? બિલ્ડરો પાસેથી વસૂલી થઈ રહી હતી કે નહીં? મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ નવાબ મલિક પર અંડરવર્લ્ડ પાસેથી જમીન ખરીદ્યાના આરોપ લગાવ્યા બાદ. આજે નવાબ મલિકે ફડણવીસને લઇ ગંભીર આરોપ કર્યો છે. ફણડવીસ પર નકલી નોટનો ધંધો ચલાવાનો આરોપ કરતા મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં ફડણવીસના સંરક્ષણમાં નકલી નોટનો ધંધો ચાલે છે. નોટબંધીના એક વર્ષ સુધી નકલી નોટનો ધંધો ચાલ્યો. અને નોટબંધી બાદ કોઇ નકલી નોટ પકડાઇ પણ નહીં. મલિકે દાવો કર્યો કે 14 કરોડ 56 લાખની જપ્તી કરી અને 8.80 લાખ જ બતાવાઇ. અને નકલી નોટનો ધંધાનું કનેક્શન બાંગ્લાદેશથી દાઉદ સુધી છે.