ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો ટોસ સવારે 9 વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદ અને ખરાબ આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થયો હતો. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. આની સાથે ઈન્જરીનાં કારણે રહાણે, ઈશાંત અને જાડેજા મુંબઈ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ફાસ્ટ બોલર ઈશાંત શર્માની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. એ જ સમયે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ હતી. સ્કેન પછી જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો છે, જેથી તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેને ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા પહોંચી હોવાથી મુંબઈ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રણેય આ ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.
IND VS NZ: બીજી ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
