ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં આવેલ દહેજની બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દહેજના સેઝ-2માં આવેલ બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા કંપની કર્મચારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં કામગીરી દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા કંપની સત્તાધીશો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ભારે જહેમત ફાયર ફાઇટરો આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બેન્ઝોકેમ કંપનીના પ્લાન્ટમાં સીડી સપ્લાય પાઇપલાઇન ઉપર પડતા લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.