પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે લગ્નપ્રસંગ પહેલા દીકરાની માતાને વીજ કરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું હતું.બનાવના પગલે સમગ્ર પંથક સહિત પરિવારજનોમાં માતમ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં દીકરાની જાન જવાની તૈયારી ચાલતી હતી, ત્યારે તે સમયે પંખાને અડી જવાથી દીકરાની 45 વર્ષીય માતા ધનીબેન ભાનુભાઇ પરમારને વીજ કરંટ લાગતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સમગ્ર પંથક સહિત ખેડૂત પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
