ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ 2022નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. 2 જૂનથી શરૂ થયેલા આ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે. અબુ ધાબીના યસ આઇલેન્ડ ખાતે આયોજિત IIFAની 22મી આવૃત્તિમાં મનોરંજન જગતના કેટલાક કલાકારો ભાગ લઇ રહ્યા છે.

બેસ્ટ એક્ટ્રેસનો IIFA 2022 એવોર્ડ કૃતિ સેનનને તેની ફિલ્મ મીમી માટે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ આપવા માટે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. અભિનેતા વિકી કૌશલે તેની ફિલ્મ સરદાર ઉધમ માટે આ વર્ષનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.

આ એવોર્ડ તેમને અભિનેત્રી તમન્ના ભાટિયા દ્વારા આપવામાં આવ્યો હતો. તેણે આ એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાન ખાનને સમર્પિત કર્યો, જેઓ મૂળ ભૂમિકા ભજવવાના હતા.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>