ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં 209 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં આજે એક પણ મોત નથી થયું.
રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત શહેરમાં 59 વડોદરા શહેરમાં 34, નવસારી 16, સુરત15 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 209 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,245 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 2098 થયા છે, જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2095 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
