ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવા જોર આપી રહી છે તેના ભાગ રૂપે આજે ગુજરાત એનએસયુઆઈના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે નરેન્દ્ર સોલંકીએ એનએસયુઆઈના નવા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો.
NSUI માં આજે નવા ગુજરાત પ્રમુખની વરણી કરવામાં આવી છે જેમાં નરેન્દ્ર સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે.નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUI ના પુર્વ પ્રમુખ હાજર રહ્યા હતા. નરેન્દ્ર સોલંકી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. એક હોસ્ટેલમાં રહી આગળ વધનાર વિદ્યાર્થીને NSUI ના પ્રમુખ બનાવ્યા તે બદલ તેઓએ શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માન્યો હતો.વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે લડવા અને રાજ્યમાં ફેલાયેલા ડ્રગ્સના દુષણ ને ડામવા કાર્યરત રહેશે તેવો હુંકાર ભર્યો હતો
