કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે આયોજન

લાયન્સ ક્લબનો 65મો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

નવા પ્રમુખ તરીકે શક્તિસિંઘ રાજપૂતના શપથ ગ્રહણ

સેક્રેટરી પ્રજ્ઞેશ ભાવસાર, ટ્રેઝરર દક્ષેશ શાહના શપથ

અગ્રણીઓ સહિત લાયન્સ ક્લબના સભ્યોની ઉપસ્થિતી

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે લાયન્સ ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે વર્ષ 2026-27 માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચનો 65મો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ તરીકે શક્તિસિંઘ રાજપૂતએ શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ સેક્રેટરી તરીકે પ્રજ્ઞેશ ભાવસાર તેમજ ટ્રેઝરર તરીકે દક્ષેશ શાહ સહિતના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

લાયન્સ ક્લબ ઓફ ભરૂચના ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે પરિમલ પટેલએ હાજરી આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ, પ્રિયંકા જૈન રાવલ, સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, દર્શના તુરખિયા, જીજ્ઞેશ સુરતી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.