ભાદરવાની શરૂઆત થતા જાણે ભાદરવો ભરપૂર થયો હોય તેમ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વીજળીના કડાકા સાથે શરૂ થયો હતો તે સમય દરમ્યાન જંબુસર તાલુકાના કલક ગામના ખેડુત બાબુ રાઠોડ ખાડી બાજુ વિસ્તારમાં ખેતરમાં નિંદામણ કરવા ગયાં હતાં ત્યાં અચાનક ખેતરમાં વીજળી પડતા બાબુ રાઠોડનું કરુણ મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ ગ્રામજનોને થતા તેઓ દોડી આવ્યા હતા સાથે જ જંબુસર પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે