વિશ્વને વિવિધ સમસ્યાઓએ ભરડો લીધો છે. ત્યારે શ્રી મહાબલી ગ્રુપ ભરૂચ દ્વારા વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે સામૂહિક હનુમાન ચાલીસા પઠનના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગત ભરૂચમાં ઘરવિહોણા લોકો માટે બનાવવામાં આવેલ શેલ્ટર હોમ જે નગર પાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે અને જેનું સંચાલન સેવાયજ્ઞ સમિતિ કરી રહ્યું છે.તેવા શેલ્ટર હોમ ખાતે શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.જેમાં આયોજક કિરણ જોશી,જ્યેન્દ્ર ભટ્ટ, હેમલ દવે, સેવાયજ્ઞ સમિતિના કનુભાઈ, સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી હનુમાન ચાલીસાના સામુહિક પઠનનો લાભ લીધો હતો
ભરૂચ: વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાઈટ શેલ્ટર હોમમાં હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરાયુ
શેલ્ટર હોમ ખાતે શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.
