'પ્રેમ, આંસુ અને લાગણી...' IPL ફાઈનલમાં વિજય બાદ રીવાબાએ જાડેજાને ગળે લગાવ્યા, ધોનીને જોઈને આંખોમાં આંસુ આવી ગયા..!

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.

New Update
'પ્રેમ, આંસુ અને લાગણી...' IPL ફાઈનલમાં વિજય બાદ રીવાબાએ જાડેજાને ગળે લગાવ્યા, ધોનીને જોઈને આંખોમાં આંસુ આવી ગયા..!

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. CSKએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. તેણે છેલ્લા 2 બોલમાં ગેમ પલટી હતી. એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ચેમ્પિયન બનાવી હતી. જીત બાદ રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો અને ત્યાં ઉભેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ગળે લગાવ્યો.

Advertisment

માત્ર ધોનીએ જ નહીં જાડેજાને ગળે લગાવ્યા, પરંતુ ફાઈનલ જોવા માટે આવેલ જાડેજાના ધારાસભ્ય પત્ની રિવાબા પણ સ્ટેડિયમમાં હાજર હતા. જાડેજાએ વિનિંગ ફોર ફટકારતા જ તે ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. આ પછી તે મેદાન પર આવી અને જાડેજાને ગળે લગાવ્યો હતો. તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ફાઈનલ પછીની કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે, જેમાં ધોની સામે જ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે IPL 2023 દરમિયાન ઘણી વખત ધોની અને જાડેજા વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સની દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધોની અને જાડેજાના હાવભાવથી એવું લાગી રહ્યું હતું કે જાણે બંને વચ્ચે બોલાચાલી થઈ રહી છે. આ પછી જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું, જેના પર પત્ની રીવાબાએ પણ કમેન્ટ કરી હતી.

Latest Stories