WPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..!

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું.

WPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..!
New Update

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 18.4 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

એક સમયે દિલ્હીનો સ્કોર 8 વિકેટે 135 રન હતો. ત્યારબાદ તેને 13 બોલમાં 13 રનની જરૂર હતી. ત્યારબાદ અરુંધતિ રેડ્ડી અને શિખા પાંડે ક્રિઝ પર હતા અને બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ હતી. આ પછી કિમ ગાર્થે અરુંધતિ રેડ્ડીને આઉટ કરીને મેચ પલટી નાખી હતી. રેડ્ડી 17 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને આઉટ થઇ હતી. આ પછી ઓવરમાં ગાર્ડનરે પૂનમ યાદવ (0)ને આઉટ કરીને ગુજરાતને જીત અપાવી હતી.

આ જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફની રેસમાં અકબંધ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં બે જીત અને ચાર હાર સાથે છ મેચમાં 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ સાથે જ દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચવામાંથી ચુકી ગઈ હતી. તેને માત્ર એક જીતની જરૂર છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં છ મેચમાં ચાર જીત અને બે હાર અને 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

#India #Connect Gujarat #BeyondJustNews #won #Match #Gujarat Giants #Cricket Tournaments #WPL 2023 #GG vs DL
Here are a few more articles:
Read the Next Article