-
મહેમદાવાદના જાળિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ
-
ખેડૂતે આર્થિક સંકટને બનાવી છે પોતાની સફળતાની સીડી
-
કોરોનાકાળમાં નોકરી ગુમાવ્યા બાદ મધમાખી પાલન શરૂ કર્યું
-
વાર્ષિક રૂ. 1.50 કરોડની આવક સાથે જિલ્લામાં ‘મધુક્રાંતિ‘ સર્જી
-
વ્યવસાય દેશના 17 રાજ્યોમાં 4 હજાર પેટીઓ સુધી વિસ્તર્યો
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે મધમાખીના પાલન થકી વાર્ષિક રૂ. 1.50 કરોડની આવક સાથે ‘મધુક્રાંતિ‘ સર્જી છે. કોરોના કાળમાં નોકરી ગુમાવ્યા બાદ, તેમણે મધમાખી પાલન અપનાવી આજે વાર્ષિક રૂ. 1.50 કરોડની આવક સાથે ખેડા જિલ્લામાં ‘મધુક્રાંતિ‘ સર્જી છે. માત્ર 10 પેટીઓથી શરૂ થયેલો આ વ્યવસાય આજે દેશના 17 રાજ્યોમાં 4 હજાર પેટીઓ સુધી વિસ્તર્યો છે.
જોકે, આ વ્યવસાયમાં બાગાયત વિભાગ દ્વારા 55%થી 75% સુધીની માતબર સબસિડી મળતી હોવાથી તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે. મધમાખી પાલન દ્વારા માત્ર શુદ્ધ મધ જ નહીં, પરંતુ મીણ, ઔષધિઓ અને સાબુ જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા પણ મોટી આવક મેળવી શકાય છે. આ ઉપરાંત, ‘બી-વેનમ‘ (મધમાખીનું ઝેર) થેરાપી અને પરાગનયન દ્વારા પાક ઉત્પાદનમાં થતો વધારો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
