ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અને રીક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વધુ ગંભીર ઇજા ધરાવતા એક વ્યક્તિને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
