અફઘાનિસ્તાનનાં કંધારમાં ભારતીય ફોટો જર્નાલીસ્ટની કવરેજ કરતા સમયે હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસતી જાય છે. જગ્યા-જગ્યા પર હિંસાના કેસો સામે આવી રહ્યા છે. હવે તો ત્યા પત્રકારો પણ સુરક્ષીત રહ્યા નથી. ભારતીય ફોટો જર્નાલીસ્ટ દાનિશ સિદ્દિકીની તાજેતરમાં એક ન્યુઝ કવરેજ દરમિયાન સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયેલી ઝપાઝપીમાં હત્યા કરવામાં આવી છે.દાનિશ સિદ્દિકીની ગણના દૂનિયાનાં શ્રેષ્ઠ ફોટો જર્નાલીસ્ટમાં થતી હતી. તેઓ હાલ એક આંતરરાષ્ટ્રીય એંજેંસી સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાઓનુ કવરેજ કરી રહ્યા હતાં.2018માં દાનિશ સિદ્દિકીને રોહિંગ્યા મામલામાં કવરેજ માટે PULITZER એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનિશ સિદ્દિકીએ પોતાની કારક્રિર્દી ટી.વી જર્નાલિસ્ટથી શરુ કરી હતી. પછી તેઓ ફોટો જર્નાલિસ્ટ બન્યા હતાં.