Connect Gujarat
ગુજરાત

100થી વધુ દેશમાં કોરોના વાઇરસ ફેલાયા બાદ, તે વૈશ્વિક રોગચાળો બની ગયો છે : WHO

100થી વધુ દેશમાં કોરોના વાઇરસ ફેલાયા બાદ, તે વૈશ્વિક રોગચાળો બની ગયો છે : WHO
X

ભારત દેશમાં કોરોના વાયરસના વધુ 10 કેસ સામે આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. કેરળમાં છ અને કર્ણાટકમાં ચાર નવા કેસ સામે આવ્યા છએ. કેરળમાં નવા કેસ નોંધાયા હોવાની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ આપી છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યમાં ચાર નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. આ સાથે જ દેશમાં કુલ કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. જો કે કેન્દ્ર સરકારે હજી સુધી આ આંકડાની પુષ્ટિ કરી નથી.

કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં 3 હજાર 817 લોકોના મોત થયા છે

100થી વધુ દેશોમાં કોરોના વાયરસ ફેલાયા બાદ હવે તે વૈશ્વિક રોગચાળો બની ગયો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે. WHOનાં મહાનિર્દેશક ડો. ટેડ્રોસે જણાવ્યું કે, ઘણાં બધાં દેશોમાં ફેલાયા બાદ આ વાયરસ મહામારી જેવો બની ગયો છે. ગત વર્ષે ચીનનાં વુહાનમાં ફેલાયેલો કોરોના વાયરસ 105 દેશોમાં ફેલાયો છે. તેના કારણે 3 હજાર 817 લોકોના મોત થયા છે અને 1 લાખ 10 હજાર 29 જેટલા લોકો તેનાથી અસરગ્રસ્ત છે.

Next Story