અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી. બસ ડેપોમાંથી વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પકડી તેની પાસે રહેલ લેપટોપ,ચાર્જર અને માઉસ મળી આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સાણંદના ઓનેસ્ટ હોટેલની પાછળ સ્વામિનારયણ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્ટાર લાઇટ સોસાયટીમાં રહેતો પ્રણવ  ઉપાધ્યાયની ધરપકડ કરી 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ વડોદરા નજીક ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.