Connect Gujarat
Featured

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા સુશાંત સિંહ રાજપૂત બાદ ઇરફાન ખાનને પણ ઇન્સ્ટાગ્રામે આપ્યું સમ્માન

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા સુશાંત સિંહ રાજપૂત બાદ ઇરફાન ખાનને પણ ઇન્સ્ટાગ્રામે આપ્યું સમ્માન
X

સાલ ૨૦૨૦ બોલીવૂડ ઇન્ડસ્ટ્રી માટે બહુ ખરાબ સાબિત થયું છે. ફિલ્મોની રીલિઝ અટકી જવાની સાથે શૂટિંગો પણ બંધ થઇ ગયા છે.અને એટલું જ નહીં આ કોરોના મહામારી વચ્ચે બોલીવૂડની જાણીતી સેલિબ્રિટીઓને પણ ગુમાવી છે. જેમાં ઇરફાન ખાનનો પણ સમાવેશ છે. ઇન્સ્ટાગ્રામે સ્વર્ગસ્થ અભિનેતાને સમ્માન આપવાનો નિર્ણય કર્યો છે.

ઇરફાન ખાનના ઇન્સ્ટાગ્રામ એકાફન્ટને મેમોરિયલાઇઝ્ડ કરવામાં આવ્યો છે. તેના એકાઉન્ટમાં રિમેમ્બરિંગ શબ્દ લખવામાં આવ્યો છે. ઇરફાનનો સ્ક્રીન શોટ પણ વાયરલ થઇ ગયો છે. હવે ઇરફાન ખાનના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં કોઇ લોગ ઇન કરી શકશે નહીં. એક વાર જેનો એકાઉન્ટ મેમોરિયલાઇઝ્ડ થઇજાય તે એકાઉન્ટની કોઇ પોસ્ટમાં કોઇ ફેરફાર કરી શકે નહીં. ઇરફાને શેર કરેલા પોસ્ટ, ફોટો અને વીડિયો આ એકાઉન્ટમાં હંમેશા રહેશે.

ઇન્સ્ટાગ્રામે આ માન પહેલા સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને આપ્યું છે.સુશાંતની આત્યહત્યા પછી તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી હતા.

Next Story