Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: લારી-ગલ્લાના અને પાથરણાવાળાઓની રેલી, જિગ્નેશ મેવાણી પણ જોડાયા

અમદાવાદ: લારી-ગલ્લાના અને પાથરણાવાળાઓની રેલી, જિગ્નેશ મેવાણી પણ જોડાયા
X

સૌનો સાથ સૌનો વિકાસની વાત કરતી સરકારે લારીવાળાને બેઘર કર્યા છે

અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા દૂર કરાવ કોર્પોરેશને લો ગાર્ડન પાસે ખાણીપીણીના લારી-ગલ્લાના અને પાથરણાવાળાઓના દબાણો દૂર કર્યા છે. ત્યારે અસરગ્રસ્તોમાં પણ તંત્રી કાર્યવાહી સામે રોષ ફેલાયો છે. અને રેલી કાઠી હતી.

આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. મેવાણીએ ગલ્લાના અને પાથરણાવાળાઓની રેલીને સમર્થન આપ્યું છે. મેવાણીએ જણાવ્યુ કે, સૌનો સાથ સૌનો વિકાસની વાત કરતી સરકારે લારીવાળાને બેઘર કર્યા છે. જરૂર પડશે તો મ્યુન્સિપલ કમિશનરથી લઈને સીએમ સુધી રજૂઆત કરવી પડશે તો અમે તૈયાર રહેશુ. ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અસરગ્રસ્તોએ એલિસબ્રિજથી કોર્પોરેશન સુધી રેલી કાઢી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તો રેલીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

Next Story