અમદાવાદની કોર્ટમાં વકીલો અને ટ્રાફિક પોલિસ વચ્ચે થયું ઘર્ષણ

New Update
અમદાવાદની કોર્ટમાં વકીલો અને ટ્રાફિક પોલિસ વચ્ચે થયું ઘર્ષણ

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો પોલિટન કોર્ટમાં રાહુલ ગાંધીના આવતા પહેલા કોર્ટના વકીલો અને પોલીસ વચ્ચે પાર્કિગ મામલે ઘર્ષણ થયું હતું. જેમાં વકીલોના યુનિયન દ્વારા તેનો બારે વિરોધ કરવામાં આવતા અને ફરિયાદ કરવાની ચીમકી આપતા ટ્રાફિક ટોઈંગ પોલીસ કર્મી દ્વારા વાહનોને પાછા મૂકી દેવામાં આવ્યા હતા.

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલ મેટ્રો પોલિટન કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થવાના હતા તે પહેલાં વકીલો દ્વારા તેમની રોજની જગ્યા મુજબ પોતાનું વાહન મુકતા હતા. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટોઈંગ કરવામાં આવતા પોલિસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થતા મામલો બીચકયો હતો અને ત્યારબાદ વકીલોના એસોશિયાન દ્વારા ઘટનાનો ભારે વિરોધ કરવામાં આવતા ટ્રાફિક પોલીસે વકીલોના વાહનો પાછા મુકવા પડ્યા હતા.

Latest Stories