અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સરકારી ભરતીઓમાં ભરતી કરવાના નામે કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તપાસમાં વધુ એક આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીના ઓફીસથી અન્ય વસ્તુઓ પણ કબજે કરી લેવામાં આવ્યું છે.મળતી માહિતી પ્રમાણે હરીશની પૂછપરછમાં સામે આવ્યું છે જે આરોપી હરીશ આ તમામ કાર્ડ અને લેટર અમદાવાદના કાલુપુર મુસ્તફા સખાવા પાસે થી બનાવેલ અને જેમાં તપાસમાં સામે આવ્યું કે આરોપીના કમ્પ્યુટર માંથી લોકરક્ષક ભરતી 9 ઉમેદવારની શારીરિક ટેસ્ટ માટે એડમિટ કાર્ડ, amcના 2 કોરા અરજી ફોર્મ, psiનું આઈ કાર્ડ સહિત અનેક વસ્તુઓ મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી હરીશના કહેવાથી અલગ અલગ દસ્તાવેજો બનાવી આપતો હતો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ હરીશ પ્રજાપતિ એક્સ આર્મી મેન છે.

જેણે દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરવા માટેની એકેડમી ખોલી હતી. આ એકેડમીમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમની પાસેથી PSI, કોન્સ્ટેબલ, હેડ ક્લાર્ક, LRD પુરુષ, LRD સ્ત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા આરોપી હરીશના સાગરીતો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા. જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરીશ એકેડમીમાં મોકલતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એકેડમીમાં તપાસ કરતા 81 ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાંથી 60 ઉમેદવાર રાજસ્થાન અને 4 ઉમેદવાર ઉત્તરપ્રદેશ ના છે, આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાત એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા.