Connect Gujarat
Featured

અમદાવાદ : શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો, પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ખતરો

અમદાવાદ : શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો, પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ખતરો
X

અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોના વિસ્ફોટ થતા ચિંતાજનક આંકડાઓ બહાર આવી રહ્યા છે. શહેરના સફલ 1 અને 2 તથા ઇસ્કોન પ્લેટિનિયમમાંથી કોરોનાના સૌથી વધારે દર્દીઓ મળી આવ્યાં છે. દિવાળી બાદ વધેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે શહેરમાં નાઇટ કરફયુ લાદી દેવાયો છે તેમજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. લોકો ઘરોની બહાર ન નીકળે તે માટે અનેક સોસાયટીઓ સીલ કરી દેવાય છે.

અમદાવાદના સાઉથ બોપલ બાદ હવે બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે સફલ 1 અને 2 પરિસર બાદ બોપલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમા કોરોના કેસ વધ્યા છે. જેથી ઇસ્કોનના 304 મકાનનોનો માઇક્રો કન્ટેઇમેન્ટમાં સમાવેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે. છેલ્લા ઘણા મહિના બાદ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોએ 20થી વધુ આંકડો પાર કર્યો છે. રાજયના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે બેઠકમાં કોરોના અંગે સમિક્ષા કરાઇ હતી અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન હાલમાં હયાત છે જયારે નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવાના આવ્યા છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42 જ્યારે સફલ પરિસર 2માં 37 જેટલા કેસ એક્ટિવ કેસ છે. આમ કુલ મળીને સફલ પરિસરમાં 79 જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં ઈસ્કોન પ્લેટિનમમાં 1150 જેટલાં મકાન માઈક્રો કન્ટેનમેન્ટમા મુકવામાં આવ્યા છે. જેમાંથી ઈસ્કોન પ્લેટિનમમાં આશરે 75 જેટલા કેસ પોઝિટીવ છે. ઈસ્કોન પ્લેટિનમમાં સૌથી વધુ વેપારી વર્ગ વધારે છે. તેઓ કેસ આવ્યા બાદ સતત ધ્યાન રાખી રહ્યા છે અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ના થાય તેની કાળજી લેવાય રહી છે..

Next Story