અમદાવાદ : એન્જીનીયર યુવાનને મળતી ન હતી નોકરી, જુઓ પછી શું કર્યું

New Update
અમદાવાદ : એન્જીનીયર યુવાનને મળતી ન હતી નોકરી, જુઓ પછી શું કર્યું

કોરોના કાળમાં દરેક લોકોને નોકરી મળે તેવું શક્ય નથી.. નોકરીની આશામાં અને અપેક્ષામાં અનેક લોકો સમય પસાર કરી દે છે. ત્યારે અમદાવાદના એક એન્જીનયર યુવકે કોઈ પણ કામ નાનું નથી તે ઉદાહરણને ચરિતાર્થ કરતા ચાની કીટલી શરૂ કરી છે.

દેશમાં બેકારી વધી હોવાનો આક્ષેપ વિપક્ષો વારંવાર કરતાં આવ્યાં છે પણ સરકાર તેને નકારતી આવી છે. નોકરીની આશામાં અને આશામાં લોકો ઘરે બેઠા રહે છે કે ફર્યા કરે છે. કેટલાક નોકરી ન મળે તો બેરોજગારનો સિક્કો લગાવી બેસી જાય છે. પરંતુ અમદાવાદના એન્જિનિયર યુવકને નોકરી ન મળતા ચાનો ધંધો શરૂ કર્યો છે. આ એન્જિનિયર યુવકનું નામ રોનક રાજવંશી છે. રોનકે અનેક જગ્યા પર નોકરી માટે અપ્લાય પણ કર્યું પરંતુ નોકરી ન મળી. જો નોકરી મળી તો પગાર સારો ન મળ્યો. જેથી અંતે તેણે પરિવારના ગુજરાન માટે ટી સ્ટોલ શરૂ કરી છે.

રોનકે 2015માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે એક જગ્યા પર 7 હજારની નોકરી પણ મળી હતી. પરંતુ તેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. ત્યારબાદ તેમણે સરકારી નોકરીઓ માટેની અનેક પરિક્ષાઓ પણ આપી અને પાસ કરી. પરંતુ ભરતી કૌભાંડોમાં તેમની મહેનત પાણીમાં ગઈ અને અંતે તેણે ચાનો ધંધો શરૂ કર્યો છે. જેને આમ લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કામ કોઈપણ હોય તે નાનું કે મોટું નથી હોતું. બસ કામ કરવાની ચાહના હોવી જોઈએ. તો માણસ કાંઈ પણ કરી શકે છે. ઘરે બેસવા કરતા ચા વેચવી પણ એક રોજગારીનું જ માધ્યમ છે.

રોનકની સાથે તેના બહેન અને તેનો મામાનો દીકરો પણ હાલમાં કીટલી શરૂ કરી છે. મયુરી રાજવંશી જે ડિપ્લોમા એન્જીન્યરીંગ કર્યું છે અને હાલમાં MBA નું ભણવાનું ચાલુ છે પરંતુ તેના ભાઈ સાથે મળી ને કીટલી પણ ચલાવે છે. તેનું પણ માનવું છે કે કોઈ ધંધો નાનો કે મોટો નથી હોતો અને અમે આ ચાના વ્યવસાયને આગળ વધારીશું. હાલના સમયમાં નોકરી મેળવી ખુબજ મુશ્કેલ બની ગઈ છે. જ્યાં જઈએ ત્યાં અનુભવ માંગે છે જે નહોવાના કારણે નોકરી મળતી નથી.

Latest Stories