અમદાવાદ બાવળાના બાપુપુરા બૂથ ખાતે થયું બોગસ વોટિંગ

New Update
અમદાવાદ બાવળાના બાપુપુરા બૂથ ખાતે થયું બોગસ વોટિંગ

૨૩મી તારીખે યોજાયેલ મતદાનમાં ગણી ફરિયાદી આવી છે ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળાની. બાવળાના બાપુપુરા ગામે બુથ નંબર એકમાં બોગસ વોટિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જિ.પં.પ્રમુખ. જિતેન્દ્રસિંહ ચૌહાણ બૂથની અંદર હતા તથા આરોપ લગાડવામાં આવ્યો છે કે જિતેન્દ્રસિંહ ચૌહાણ જ બોગસ વોટિંગ કરાવ્યું છે.

આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરે તેવી સંભાવના છે. વાયરલ વીડિયોમાં સફેદ કપડામાં દેખાતો શખ્સ જિતેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી કર્મચારીઓના સ્ટાફ અને પોતાના માણસો સાથે વાતચીત કરી મતદાર યાદી ચેક કરી જે મતદારો મતદાન કરવા નથી આવ્યા તેમના નામો અલગ તારવે છે તથા તેમના નામે બોગસ વોટિંગ કરવાનું કહી રહ્યા છે.

ગાંધીનગર મત વિસ્તાર હેઠળ આવતા બાવળામાં બોગસ વોટિંગ થયાના આરોપ લાગ્યા છે ત્યારે જેમના પર બોગસ વોટિંગ કરાવવાનો આરોપ મુકાયો છે તેવા જિતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવે છે. તેમનો દાવો છે કે આ વીડિયો જૂનો છે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જો કે જિતેન્દ્રભાઈને એ ખબર નથી કે વીડિયો કેટલો જૂનો છે. આ વાઇરલ વિડીયો ની પુષ્ટિ કનેક્ટ ગુજરાત નથી કરી રહ્યું. પરંતુ જો આ ઘટના બની હોય તો એ લોકશાહી માટે ગણી જ ખતરનાક નીવડે એમ છે. આ વિડીયો વાઇરલ થ્ય બાદ ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયું છે.

Latest Stories