New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-383.jpg)
જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના પાંચમાં માળે એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગ છઠ્ઠા અને 7માં માળે પહોંચી હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ રહી છે.
હાલ 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે છે. તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સિવાય બીજા 15 જેટલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે.
Latest Stories