અમદાવાદ : હાઇકોર્ટના જજ જીઆર ઉંધવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

New Update
અમદાવાદ : હાઇકોર્ટના જજ જીઆર ઉંધવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

કોરોના મહામારીએ ગુજરાત હાઇકોર્ટના જજ જીઆર ઉંધવાણીનો ભોગ લીધો છે તેઓ છેલ્લા 15 દિવસથી કોરોનાની સારવાર લઇ રહયા હતા પણ ગઈકાલે રાત્રે તેમની તબિયત બગડી હતી અને આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આમ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો પ્રથમ શિકાર જજ બન્યા છે.

દિવાળીના તેહવારમાં હાઇકોર્ટમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું અને તેમાં 3 જજ પણ સંક્રમિત થયા હતા. જસ્ટિસ જીઆર ઉધવાણી, જસ્ટિસ આર એમ સરીન અને જસ્ટિસ એસી રાવ કોરોના સંક્રમિત થયા હતા. સાથે હાઇકોર્ટના અનેક કર્મીઓ અને રજિસ્ટ્રી વિભાગના કર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટ ફરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ ત્રણ જજ પૈકી જસ્ટિસ જીઆર ઉધવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

જસ્ટિસ જી.આર. ઉધવાણીએ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી, સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું અને તેઓ હાઇકોર્ટમાં સીટિંગ જજ હતા. 15 દિવસ પહેલા ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું. 

Latest Stories