Connect Gujarat
Featured

અમદાવાદ : જમાલપુર એપીએમસીને 15 જુલાઇ સુધી બંધ રખાશે, મંજુરીના વિવાદમાં તંત્રનો નિર્ણય

અમદાવાદ : જમાલપુર એપીએમસીને 15 જુલાઇ સુધી બંધ રખાશે, મંજુરીના વિવાદમાં તંત્રનો નિર્ણય
X

અમદાવાદના સૌથી મોટા જમાલપુર એપીએમસીમાં મંજુરીનો વિવાદ થતાં વહીવટીતંત્રએ 15મી જુલાઇ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એપીએમસી બંધ રહેવાનું હોવાથી શહેરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચે તેવી શકયતા છે.

અમદાવાદ પોલીસે કોરોનાને કારણે મંજૂરી ન આપતા જમાલપુર માર્કેટ 15 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેના પગલે સોમવારે શહેરને રોજનું 7થી 8 હજાર ટન શાકભાજી પૂરું પાડતી એપીએમસી શાકમાર્કેટ સંદતર બંધ રાખવી પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક બજારમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયાં છે. પોલીસે એપીએમસીને 15 જુલાઇ સુધી બંધ રાખવાનો મૌખિક હુકમ કર્યો છે. શહેરને શાકભાજી પૂર પાડતી એપીએમસીના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા શાકભાજી મળતા બંધ થઈ ગયા છે.

જમાલપુર એપીએમસી શરૂ કરતા પહેલાં પોલીસે વેપારીઓને નિયમોના પાલન સાથે માર્કેટ શરૂ કરવા જણાવ્યું હતું પણ તેમાં વિવાદ થયો હતો. અંતે એપીએમસી તંત્ર એ માર્કેટ બંધ રાખવા નિર્ણય કર્યો છે વેપારીઓ નું કેહવું છે અમે હડતાળ નથી કરી પણ તંત્ર ના આદેશ મુજબ અમે આ માર્કેટ બંધ રાખી છે

એપીએમસી માર્કેટ બંધ હોવાથી અહીંના વેપારીઓ ખેડૂત અને અહીં કામ કરતા મજૂરો ને મોટું નુકશાન થઇ રહ્યું છે. આ માર્કેટમાં અમદાવાદ અને આસપાસ થી મોટી સંખ્યામાં ખેડૂતો શાકભાજી વેચવા આવે છે તો ઉપરાંત અહીંથી હજારો ટન શાકભાજી અમદાવાદ અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં રિટેલ માર્કેટ માં સપ્લાય થાય છે પણ એપીએમસી બંધ હોવાથી આ બધું ઠપ્પ થયું છે આ માર્કેટ જો 15 જુલાઈ સુધી બંધ રહે તો આવનાર દિવસો માં શાકભાજી ના ભાવ આસમાને પહોંચે તેવી શકયતા છે.

Next Story